રાધા ને થાઇ, અદેખાઈ રે જોઈ આજ
મોરલિયે સૂર ભૂલી જાઈ ઇ તો જોઈ આજ
કે આ તો સરયુ ને સાગર નો રાસ
કે આ તો ચાતક ને ચાંદા નો રાસ
હે...ચોકમાં રમવાના ગિરધર નાગર,
રાધાએય આવી છે રૂમઝૂમ કરતી,
રાધા ને થાઇ, અદેખાઈ રે જોઈ આજ
મીરા ને કાનુડા નો રાસ....
પછી લોક વોક ફોક રે થયા...
બાવરી આ મીરા, એની પ્રીત એની રીત,
એના ગીત મિત શ્યામ રે થયા...
એ જી રે...એના સાન ભાન સામટે ગયા,
એ જી રે...એના રૂપ વાન શ્યામ રે થયા...
જોઈ હવે મલકાયા, મલકાયા રાધા રાણી,
એની કે મીરા ની, બસ થાયે પ્રેમ ઉજાણી,
રાસ મહી જોડાયા, હરખાયા રાધા રાણી,
ગિરધર ના રાગ, ને ખેલે ફાગ રે
પછી લોક વોક ફોક રે થયા...
બાવરી આ મીરા, એની પ્રીત એની રીત,
એના ગીત મિત શ્યામ રે થયા...
એ જી રે...એના સાન ભાન સામટે ગયા,
એ જી રે...એના રૂપ વાન શ્યામ રે થયા...